વિન્ડસર એન્ડ મેઇડનહેડના મેયર તરીકે કાઉન્સિલર મેન્ડી બ્રાર ચૂંટાયા

Tuesday 20th May 2025 11:30 EDT
 
 

લંડનઃ વિન્ડસર એન્ડ મેઇડનહેડના મેયર તરીકે કાઉન્સિલર મેન્ડી બ્રાર ચૂંટાઇ આવ્યાં છે. તેઓ સાયમન બોન્ડનું સ્થાન લેશે. કાઉન્સિલર સિયાન માર્ટિન ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવશે. મેન્ડી બ્રાર પહેલીવાર 1992માં કૂકહામ પેરિસ કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. બાળક તરીકે યુકેમાં આવેલા બ્રારનો ઉછેર સ્લાઉના સિપેનહામમાં થયો હતો. તેમણે 34 વર્ષ સુધી મેઇડનહેડમાં રિટેલ સ્ટોર ચલાવ્યો હતો.

હાલ નિવૃત્ત એવા બ્રાર વાઇલ્ડ મેઇડનહેડ, કૂકહામ ડીન હોર્ટિકલ્ચરલ સોસાયટી અને રોયલ બ્રિટિશ લિજિયન સહિતની સ્થાનિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ મલેશિયામાં થયો હતો. 4 વર્ષની ઉંમરે તેઓ ભારત પહોંચ્યા હતા અને ત્યારબાદ 1974માં યુકે આવ્યા હતા. તેઓ કૂકહામ પેરિસ કાઉન્સિલના 33 વર્ષથી સભ્ય છે અને બિશામ એન્ડ કૂકહામ વોર્ડમાંથી સતત ત્રીજી ટર્મ માટે કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેમના પતિ હેરી બ્રાર તેમના કોન્સોર્ટ તરીકે ફરજ બજાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter