લંડનઃ વિન્ડસર કેસલ ખાતેના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે આયોજિત ઇસ્ટર મેટિન્સ સર્વિસમાં કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા, પ્રિન્સેસ એન, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન તેમના સંતાનો સહિત હાજર રહ્યાં હતા. આ વર્ષની ઉજવણીમાં પદભ્રષ્ટ કરાયેલા એન્ડ્રુ અને તેમના પરિવારની ગેરહાજરી નોંધપાત્ર રહી હતી.


