લંડનઃ વેસ્ટ લંડનના વિન્ડસરમાં અસુરક્ષિત બિલ્ડિંગ ભાડે આપવા માટે રાજિન્દર સિંહ પાંઢેરને 81,043.88 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાંઢેરે મકાનના ગાર્ડનમાં આવેલ આઉટબિલ્ડિંગને પણ ગેરકાયદેસર રીતે ભાડે આપ્યું હતું. હૌન્સલો કાઉન્સિલ દ્વારા અપાયેલી વારંવારની નોટિસની અવગણના કરવા માટે આયલવર્થ ક્રાઉન કોર્ટે પાંઢેરને દંડ કર્યો હતો.


