વિલ્કોના 400 સ્ટોરના શટર પડી જશે, 12,500 નોકરી જોખમમાં

Tuesday 12th September 2023 12:09 EDT
 
 

લંડનઃ વિલ્કો સ્ટોર ચેઇનને ઉગારવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહેતાં યુકેમાંથી વિલ્કોનું નામોનિશાન ભૂંસાઇ જશે. ઓક્ટોબર સુધીમાં સમગ્ર યુકેમાંથી વિલ્કોના તમામ 400 સ્ટોર બંધ થઇ જશે જેના કારણે 12500 જેટલા કર્મચારીઓ બેરોજગાર બની જશે. એમ માનવામાં આવે છે કે કોઇ રોકાણકાર વિલ્કોના નામ હેઠળ આ સ્ટોર ચેઇન ચલાવવા તૈયાર નથી. આ સપ્તાહમાં જ વિલ્કોના 52 સ્ટોર બંધ થઇ જવાની સંભાવના છે. 17થી 21 સપ્ટેમ્બર વચ્ચે વધુ 124 સ્ટોરના શટર પાડી દેવાશે. વિલ્કોના સંચાલક પીડબલ્યુસીએ જણાવ્યું હતું કે, બાકીના 222 સ્ટોર બંધ કરવાની જાહેરાત ટૂંકસમયમાં કરી દેવાશે. વિલ્કોને રાઇવલ ચેઇન બીએન્ડએમ, પાઉન્ડલેન્ડ તરફથી આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો હતો. બીએન્ડએમ વિલ્કોના 51 જેટલા સ્ટોર 13 મિલિયન પાઉન્ડમાં ખરીદે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter