લંડનઃ તાજેતરમાં લેબર પાર્ટી સાથે છેડો ફાડીને નવી પાર્ટીની જાહેરાત કરનાર ઝારા સુલતાના પર બનાવેલા એક કાર્ટુન માટે ઓબ્ઝર્વર અખબારને માફી માગવાની ફરજ પડી છે. અખબારે તેની વેબસાઇટ પરથી આ કાર્ટુન હટાવી પણ લીધું છે. ઝારા સુલતાનાએ આ કાર્ટુનને રેસિસ્ટ ગણાવ્યું હતું. વિવાદાસ્પદ કાર્ટુનમાં ઝારા સુલતાનાને રેઇઝિન બોક્સ પર બ્રાઉન ફેસિંગ સાથે દર્શાવવામાં આવ્યાં હતાં અને તેમની સરનેમની પણ મજાક ઉડાડવામાં આવી હતી. કાર્ટુનમાં કોમ્યુનિસ્ટ પ્રતિકો સાથે જેરેમી કોર્બિનને પણ દર્શાવાયા હતા. જોકે ઝારા સુલતાનાએ ઓબ્ઝર્વરની માફીને ઉપરછલ્લી ગણાવતાં જણાવ્યું હતું કે, અખબારે તેના કાર્ટુનને રેસિસ્ટ ગણાવ્યું નથી.


