લંડનઃ ઈંગ્લેન્ડના સૌથી વિવાદાસ્પદ ફિલોસોફરો પૈકીના એક ૭૫ વર્ષીય સર રોજર સ્ક્રટને ઈસ્લામોફોબિયાના અસ્તિત્વ વિશે પ્રશ્ર ઉઠાવતા તેમને સરકારના ‘બિલ્ડીંગ બેટર બિલ્ડીંગ બ્યૂટીફુલ’ કમિશનના ચેરમેનપદેથી દૂર કરી દેવાયા હતા.
‘દરેક ચીની વ્યક્તિ બીજા ચીનીની પ્રતિકૃતિ જેવો હોય છે’ તેવાં તેમના નિવેદનને લીધે રોષ વ્યાપી ગયો હતો. સરકાર દ્વારા જણાવાયું હતું કે આવી ટીકા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને સર રોજરને તાત્કાલિક અસરથી તેમના હોદ્દેથી દૂર કરવામાં આવે છે. કન્ઝર્વેટિવ શિક્ષણવિદે્ ન્યૂ સ્ટેટ્સમેન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં આ ટીકા ટીપ્પણી કરી હતી અને આ મેગેઝિન પ્રકાશિત થયા પછી તેમને હોદ્દેથી દૂર કરવા માટે મિનિસ્ટરો પર દબાણ વધી ગયું હતું.


