લંડનઃ બ્રિટન ટુંક સમયમાં બેટરી પાવર પર આધાર રાખતું થઈ જશે. નેશનલ ગ્રીડમાં વીજસંગ્રહ સુવિધાનું નેટવર્ક તૈયાર કરવાની યોજના તૈયાર થઈ રહી છે. આ યોજના હેઠળ વીજમાગ ઓછી હોય ત્યારે જનરેટ કરાતી ઊર્જાનો સંગ્રહ કરવા પવન અને સૌર ફાર્મ્સ નજીક વિશાળ રીચાર્જેબલ બેટરી સુવિધાઓ સ્થાપિત કરવામાં આવશે.
વીજમાગ વધે ત્યારે આ સંગ્રહિત વીજઊર્જાનો ઉપયોગ કરી શકાશે. પરિવારોને પણ સોલાર પેન્લ્સની સાથોસાથ બેટરીઝ સ્થાપિત કરી બેટરી પાવરનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. બિઝનેસ સેક્રેટરી ગ્રેગ ક્લાર્કે જણાવ્યું હતું કે બેટરી સ્ટોરેજથી ખર્ચમાં ઘટાડો થશે અને તેની વિશ્વસનીયતામાં સુધારો થશે. બ્રિટનમાં ૧૪ ટકા વીજળી પવન અને સૌર જેવા સ્રોતોમાંથી મેળવાય છે પરંતુ, તેનાથી ખર્ચ વધે છે.

