વિશ્વ પ્રસિદ્ધ સાયકેમોર ગેપ ટ્રી કાપવા માટે બે દોષી

Tuesday 13th May 2025 11:27 EDT
 
 

લંડનઃ વિશ્વ પ્રસિદ્ધ સાયકેમોર ગેપ ટ્રી કાપી નાખવા માટે કાર્લઆયલના ડેનિયલ માઇકલ ગ્રેહામ અને કમબ્રિયાના એડમ કારરુથર્સને ન્યૂકેસલ ક્રાઉન કોર્ટ દ્વારા દોષી ઠેરવાયા છે. 100 કરતાં વધુ વર્ષ પહેલા નોર્થઅમ્બરલેન્ડમાં હેડ્રિયન વોલ ખાતે વવાયેલા આ વૃક્ષને 28 સપ્ટેમ્બર 2023ની વહેલી સવારે આ બંનેએ કાપી નાખ્યું હતું. જેના પગલે સમગ્ર વિશ્વમાં આક્રોશ ફેલાયો હતો. બંનેને ક્રિમિનલ ડેમેજ માટે દોષી ઠેરવાયાં છે. બંનેને 15 જુલાઇના રોજ સજાની સુનાવણી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter