વિશ્વના સૌથી ધીમા શહેરની યાદીમાં સતત બીજા વર્ષે લંડન ટોચ પર

10 કિમી માટે 37 મિનિટઃ લંડનમાં 20 માઇલ પ્રતિ કલાક કરતાં વધુ ઝડપથી વાહન હંકારી શકાતું નથી

Tuesday 16th January 2024 12:45 EST
 
 

લંડનઃ વાહનવ્યવહારમાં સૌથી ધીમા શહેરોની યાદીમાં લંડનને સતત બીજા વર્ષે ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે. 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટના કારણે વાહનચાલકો માટે લંડન વિશ્વનું સૌથી ધીમું શહેર બની રહ્યું છે. સેન્ટ્રલ લંડનમાં 10 કિ.મી.નું અંતર કાપવા માટે સરેરાશ 37 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે.

એક લોકેશન ટેકનોલોજી કંપનીના જણાવ્યા અનુસાર 55 દેશોના 387 શહેરના આંકડા અનુસાર આ સૌથી વધુ સમય છે. લંડન બાદ ડબ્લિન, ટોરોન્ટો, મિલાન અને લિમા સૌથી ધીમા શહેર છે. યુકેમાં લંડન બાદ માન્ચેસ્ટર, લિવરપુલ, બ્રિસ્ટોલ અને એડિનબરો ધીમા શહેરોની યાદીમાં આવે છે.

લંડન વાહન ચલાવવા માટે વિશ્વનું સૌથી ધીમું શહેર છે. લંડન શહેરમાં વાહન ચલાવવાની મહત્તમ ઝડપ મર્યાદા 20 માઇલ પ્રતિ કલાક છે. લંડનમાં વાહન ઝડપથી ચલાવવા માટેની માળખાકીય સુવિધા જ નથી.

જોકે લંડનના મેયર સાદિક ખાનના પ્રવક્તાએ આ અભ્યાસને નકારી કાઢતા જણાવ્યું હતું કે, આ અભ્યાસ ગેરમાર્ગે દોરનારો છે કારણ કે તેમાં લંડનના બહુ નાના વિસ્તારના આંકડા સામેલ કરાયા છે. આખા લંડન શહેરના આંકડા સામેલ કરાયા નથી.

વિશ્વના ટોપ ફાઇવ ધીમા શહેર

લંડન – ડબ્લિન – ટોરોન્ટો – મિલાન – લિમા

યુકેના ટોપ ફાઇવ ધીમા શહેર

લંડન – માન્ચેસ્ટર – લિવરપુલ – બ્રિસ્ટોલ - એડિનબરો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter