લંડનઃ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર જારી કરાયેલ રેન્કિંગમાં યુકેના પાસપોર્ટને ચોથું સ્થાન પ્રાપ્ત થયું છે જ્યારે ભારતના પાસપોર્ટને 82મું સ્થાન મળ્યું છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિસિએશનના ડેટાના આધારે પાસપોર્ટને રેન્કિંગ આપવામાં આવે છે.
સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે જેના દ્વારા વિશ્વના 195 દેશોમાં વિઝા વિના જ એન્ટ્રી મળી શકે છે. બીજા ક્રમે ફ્રાન્સ, ઇટાલી, જર્મની, સ્પેન અને જાપાનના પાસપોર્ટને સ્થાન મળે છે જ્યારે યુનાઇટેડ કિંગડમને ન્યૂઝિલેન્ડ, નોર્વે, બેલ્જિયમ, ડેન્માર્ક અને સ્વિત્ઝર્લેન્ડ સાથે ચોથો ક્રમ આપવામાં આવ્યો છે.
ભારતના પાસપોર્ટને આ રેન્કિંગમાં 82મું સ્થાન અપાયું છે અને ભારતીય પાસપોર્ટ પર 58 દેશોમાં વિઝા વિના એન્ટ્રી મળી શકે .
વિશ્વના ટોપ ટેન શક્તિશાળી પાસપોર્ટ
- સિંગાપોર
- ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સ્પેન
- ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, સાઉથ કોરિયા, સ્વીડન
- બેલ્જિયમ, ડેન્માર્ક, ન્યૂઝિલેન્ડ, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ, યુકે
- ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ
- ગ્રીસ, પોલેન્ડ
- કેનેડા, ઝેકિયા, હંગેરી, માલ્ટા
- અમેરિકા
- ઇસ્ટોનિયા, લિથુઆનિયા, યુએઇ
- આઇસલેન્ડ, લેટવિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા


