લંડનઃ 20મા એન્યુઅલ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ડે નિમિત્તે લંડનમાં આયોજિત ઉજવણીમાં પહેલીવાર વિશ્વની સૌથી ઊંચી અને સૌથી ઠીંગણી મહિલાઓ વચ્ચે મુલાકાત યોજાઇ હતી. સાવોય હોટેલ ખાતે આફ્ટરનૂન ટી માટે મળેલી વિશ્વની સૌથી ઊંચી મહિલા 27 વર્ષીય તૂર્કીશ વેબ ડેવલપર રૂમિશા ગેલ્ગી અને વિશ્વની સૌથી ઠીંગણી મહિલા ભારતીય એક્ટ્રેસ જ્યોતિ આમગે વચ્ચે પહેલી મુલાકાત ઉષ્માસભર રહી હતી. ગેલ્ગીએ જણાવ્યું હતું કે અમે એકબીજા સાથે નજર મિલાવી શક્તાં નહોતાં પરંતુ અમારી વચ્ચે ઘણી સમાનતા છે. ગેલ્ગીની ઊંચાઇ 7 ફૂટ 1 ઇંચ જ્યારે જ્યોતિ આમગેની ઊંચાઇ ફક્ત 2 ફૂટ 1 ઇંચ છે. બંને તેમના નામે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.


