લંડનઃ ભારતથી વિશ્વભ્રમણ પર નીકળેલા યોગેશ અલેકારીની મોટર સાઇકલ કેટીએમ 390 એડવેન્ચર બાઇક યુકેમાં ચોરાઇ ગઇ હતી. યોગેશે 1 મે 2025ના રોજ મુંબઇથી તેમની યાત્રાની શરૂઆત કરી હતી. તેઓ એશિયા અને યુરોપના 17 કરતાં વધુ દેશમાંથી પસાર થઇ 15000 માઇલનું અંતર કાપીને યુકે પહોંચ્યા હતા. ગયા ગુરુવારે નોટિંગહામના વોલેટન પાર્ક ખાતે પાર્ક કરી હતી ત્યારે બાઇક ચોરાઇ હતી. બાઇકની સાથે તેમની 15000 પાઉન્ડ કરતાં વધુ રકમની અંગત વસ્તુઓ પણ હતી.


