લંડનઃ વાર્ષિક ગ્લોબલ રેંકિંગમાં શ્રેષ્ઠ દેખાવ સાથે વિશ્વકક્ષાએ બ્રિટિશ યુનિવર્સિટીઓની ખ્યાતિમાં વધારો થયો હતો. યુનિવર્સિટીઓએ એન્થ્રોપોલોજીથી લઈને વેટરનરી સાયન્સ જેવા ૧૩ વિવિધ વિષયોમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ગયા વર્ષે આ યુનિવર્સિટીઓ તેમાં દસમા સ્થાને હતી.
પ્રતિષ્ઠિત QS રેન્કિંગ પ્રમાણે ઓક્સફર્ડ પાંચ વિષયમાં શ્રેષ્ઠ રહી હતી. આ વિષયોમાં ઈંગ્લિશ લીટરેચર, આર્કિયોલોજી અને જ્યોગ્રોફીનો સમાવેશ થાય છે.
એનેટોમી અને ફિઝિયોલોજીના અભ્યાસ માટે કેમ્બ્રીજ પ્રથમ ક્રમે જ્યારે યુનિવર્સિટી કોલેજ લંડન શિક્ષણ અને આર્કિટેક્ચર માટે ટોચના સ્થાને રહી હતી.


