લંડન
એક નવા અભ્યાસ પ્રમાણે હાલ યુનાઇટેડ આરબ અમિરાતનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. નોમાડ કેપિટલિસ્ટ દ્વારા 200 દેશોના પાસપોર્ટનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. વિઝા ફ્રી ટ્રાવેલ, વિદેશોમાં રહેતા નાગરિકો પર કરવેરા, બેવડી નાગરિકતાની ઉપલબ્ધતા અને વ્યક્તિગત સ્વતંત્રતા જેવા માપદંડોના આધારે પાસપોર્ટની ક્ષમતા નક્કી કરવામાં આવે છે. યુએઇના અર્થતંત્રના ઝડપી વિકાસ અને વિઝા ફ્રી ટ્રાવેલના વિશેષાધિકારોના આધારે યુએઇના પાસપોર્ટને સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાયો છે. જેની સામે યુકેનો પાસપોર્ટ 30મા સ્થાને, ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ 39મા સ્થાને અને અમેરિકન પાસપોર્ટ 43મા સ્થાને છે.
પાસપોર્ટ રેન્કિંગ
1 યુનાઇટેડ આરબ અમિરાત – 110.5 પોઇન્ટ
2 લક્ઝમબર્ગ, સ્વિત્ઝર્લેન્ડ – 108 પોઇન્ટ
3 આયર્લેન્ડ, પોર્ટુગલ – 107.5 પોઇન્ટ
4 જર્મની, ચેક રિપબ્લિક – 107 પોઇન્ટ
5 ન્યૂઝિલેન્ડ – 106.5 પોઇન્ટ
30 યુનાઇટેડ કિંગડમ – 102.5 પોઇન્ટ
39 ઓસ્ટ્રેલિયા – 101 પોઇન્ટ
43 અમેરિકા – 98.5પોઇન્ટ


