વિશ્વમાં વધતા ભારતના પ્રભાવને કારણે ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરાઇઃ સુનાક

Tuesday 10th June 2025 11:38 EDT
 
 

લંડનઃ 100 વર્ષ બાદ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાના નિર્ણય માટે પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે ભારતના વધી રહેલા વૈશ્વિક પ્રભાવને શ્રેય આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1900 બાદ પહેલીવાર 2028માં લોસ એન્જલસ ખાતે આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની રમત સામેલ કરાઇ છે. સુનાકે જણાવ્યું હતું કે, 21મી સદીમાં ભારતના પ્રભાવની આ નિશાની છે. ભારતની પસંદગીઓ હવે સમગ્ર વિશ્વ પર અસર કરી રહી છે. ક્રિકેટની રમતને 100 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતના કારણે જ સામેલ કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter