લંડનઃ વર્ષ 2025 માટેના ધ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બાય સબ્જેક્ટમાં તમામ સબ્જેક્ટમાં ટોપ ટેન યુનિવર્સિટીમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીને સ્થાન પ્રાપ્ત થયું છે. બે સબ્જેક્ટ માટેના ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે.
છેલ્લા 9 વર્ષથી ઓક્સફર્ડ યુનિવર્સિટી આ ટોચનું સ્થાન પ્રાપ્ત કરતી આવી છે. મેડિકલ એન્ડ હેલ્થમાં વર્ષ 2019થી ઓક્સફર્ડ યુનિવર્સિટી ટોચના સ્થાને રહી છે. તમામ 11 સબ્જેક્ટમાં ટોપ ટેન યુનિવર્સિટીમાં અમેરિકાની હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સાથે કેમ્બ્રિજ યુનિવર્સિટીને પણ સ્થાન પ્રાપ્ત થયું છે. મેડિકલ એન્ડ હેલ્થમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે ટોપ ટેનમાં કેમ્બ્રિજ અને ઇમ્પિરિયલ કોલેજ લંડન પણ સામેલ છે.

