વીઇ ડેઃ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે નેશનલ થેન્ક્સ ગિવિંગ સર્વિસનું આયોજન

Tuesday 13th May 2025 11:13 EDT
 
 

લંડનઃ 80મા વિક્ટરી ઇન યુરોપ ડેની ઉજવણીના સંદર્ભમાં ગુરુવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાત નેશનલ થેન્ક્સ ગિવિંગ સર્વિસનું આયોજન કરાયું જેમાં કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા સહિત રાજવી પરિવારના સભ્યો, વડાપ્રધાન સર કેર સ્ટાર્મર સહિતના રાજનેતાઓ અને બીજા વિશ્વયુદ્ધના વેટરન્સ જોડાયાં હતાં. આ પ્રસંગે સમગ્ર દેશના ચર્ચના ઘંટ રણકી ઉઠ્યાં હતાં. સર્વિસમાં સ્વ. વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલના પ્રપૌત્ર 10 વર્ષીય એલેકઝાન્ડર ચર્ચિલે મીણબત્તી પ્રગટાવી હતી અને સર્વિસમાં શહીદ લશ્કરી કર્મીઓની યાદમાં બે મિનિટ મૌન પળાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter