વીજળીનો મર્યાદિત ઉપયોગ કરનાર ગ્રાહકોને 10 પાઉન્ડ પ્રતિ દિવસ સુધીનું વળતર

નેશનલ ગ્રીડની યોજનામાં 1.4 મિલિયન પરિવાર અને બિઝનેસ સામેલ થયાં

Tuesday 05th December 2023 11:20 EST
 
 

લંડનઃ કાતિલ શિયાળાના પ્રારંભ સાથે વીજળીની માગમાં તોતિંગ વધારો થવાની સંભાવના મધ્યે વીજકાપને ટાળવા વીજળી સપ્લાયરો વીજળીનો ઉપયોગ મર્યાદિત રાખનાર 1.4 મિલિયન પરિવાર અને બિઝનેસને વળતર ચૂકવવામાં આવશે. નેશનલ ગ્રીડ દ્વારા તૈયાર કરાયેલી આ યોજનાને આ શિયાળા માટે સ્વીકારી લેવામાં આવી છે.

યુકેના વિવિધ વિસ્તારોમાં હીમવર્ષાની હવામાન વિભાગની ચેતવણી બાદ વીજળી અને ગેસ પૂરવઠાની માગ વધવાની ચિંતાઓ સેવાઇ રહી છે. ડીમાન્ડ ફ્લેક્સિબિલિટી સર્વિસ તરીકે જાણીતી આ સ્કીમ અંતર્ગત વીજળીનો વપરાશ મર્યાદિત રાખનાર પરિવારે પ્રતિ દિન 10 પાઉન્ડ સુધીનું વળતર ચૂકવાશે. ગયા શિયાળામાં આ સ્કીમ શરૂ કરાઇ હતી અને તેનો બે વાર ઉપયોગ કરાયો હતો. નેશનલ ગ્રીડે જણાવ્યું હતું કે, આ શિયાળામાં 1.4 મિલિયન પરિવાર અને બિઝનેસ આ સ્કીમમાં જોડાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter