વૂલ્વરહેમ્પટનના ગુરપ્રીતસિંહને બાળ જાતીય શોષણ અપરાધ માટે સાડા 4 વર્ષની કેદ

Tuesday 18th August 2026 13:27 EDT
 
 

લંડનઃ વૂલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા ગુરપ્રીત સિંહને બાળ જાતીય શોષણ સંબંધિત ગુનાઓમાં સાડા ચાર વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ગુરપ્રીતે એક અંડરકવર પોલીસ અધિકારી સાથેની ઓનલાઇન વાતચીતમાં સગીર વયના બાળકો પ્રત્યે આકર્ષણ હોવાની કબૂલાત કરી હતી.

વૂલ્વરહેમ્પ્ટનના ઓવેન રોડ ખાતે રહેતા 25 વર્ષીય ગુરપ્રીત સિંહને પોલીસે હાથ ધરેલા એક વિશેષ સ્ટિંગ ઓપરેશન દરમિયાન ઝડપી લીધો હતો. તે ઓનલાઇન પ્લેટફોર્મ પર 14 વર્ષના સગીર બાળકની બોગસ પ્રોફાઇલ સાથે વાતચીત કરી રહ્યો હતો.

કેસની સુનાવણી દરમિયાન જજ જોનાથન ગોસ્લિંગે નોંધ્યું હતું કે આરોપી પોતાના લક્ષ્યને ધીમે ધીમે ફસાવી રહ્યો હતો. કોર્ટે ગુરપ્રીત સિંહને સગીર સાથે અશ્લિલ વાતચીત કરવા, જાતીય કૃત્યો બતાવવા અને બાળ જાતીય ગુનો આચરવાની યોજના બનાવવા બદલ દોષી ઠેરવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter