લંડનઃ વૂલ્વરહેમ્પટનમાં એક વ્યક્તિ પર ફરસા વડે હુમલો કરવા માટે જસદીપસિંહ અને ફૈસલ હુસેનની ધરપકડ કરાઇ હતી. હવે તેમની સજાની સુનાવણી કરાશે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ આ બંનેએ શહેરના બ્લેકનહોલ વિસ્તારમાં એક વ્યક્તિ પર ફરસા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. સીસીટીવી ફૂટેજના આધારે વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે બંનેની ધરપકડ કરી હતી.