લંડનઃ વૂલ્વરહેમ્પટનના પાર્કફિલ્ડ્સનો બળાત્કારી દલજિન્દરસિંહ છેલ્લા 3 વર્ષથી ભાગતો ફરે છે અને પોલીસ સત્તાવાળા તેને ઝડપી લેવા હવાંતિયા મારી રહ્યાં છે. દલજિન્દર ફરાર થયો હોવાની પહેલીવાર ચેતવણી ઓગસ્ટ 2022માં જારી કરાઇ હતી. અત્યારે દલજિન્દર 34-35 વર્ષનો હશે અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના વોન્ટેડ લિસ્ટમાં સૌથી લાંબા સમયથી છે. પોલીસ અનુસાર 2022માં રજિસ્ટર્ડ સેક્સ ઓફેન્ડર હોવા છતાં તેણે નોટિફિકેશન જરૂરીયાતનું ઉલ્લંઘન કર્યું ત્યારથી વોન્ટેડ છે. પોલીસ દ્વારા તેની તસવીરો પણ જારી કરાઇ હતી પરંતુ તે હજુ સુધી હાથમાં આવ્યો નથી. પોલીસે ચેતવણી આપી છે કે જો કોઇને દલજિન્દર દેખાય તો તેની નજીક જવું નહીં પરંતુ 999 પર જાણ કરવી.


