લંડનઃ વૂલ્વરહેમ્ટનમાં ડડલી રોડ કાર પાર્ક ખાતે 22 ઓક્ટોબરના રોજ બપોરે 1.30 કલાકે 26 વર્ષીય નવપ્રીત સિંહને ગોળી મારવામાં આવી હતી. ગંભીર ઇજાગ્રસ્ત નવપ્રીતને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે શંકાના આધારે 20, 23 અને 34 વર્ષીય 3 યુવકની ધરપકડ કરી હતી. જેમાંથી એકને કસ્ટડીમાં લેવાયો હતો જ્યારે અન્ય બેને જામીન પર મુક્ત કરાયા હતા. નવપ્રીતના પરિવારે જણાવ્યું હતું કે, તે પ્રેમાળ પતિ અને પિતા હતો. તેઓ બીજા સંતાનના આગમનની તૈયારી કરી રહ્યાં હતાં. વેસ્ટ મિડલેન્ડ પોલીસ આ મામલામાં વધુ તપાસ કરી રહી છે.


