લંડનઃ સંખ્યાબંધ કાઉન્સિલો 60 વર્ષથી વધુ વયના 1.2 મિલિયન લોકોને અપાતી ફ્રી બસ પાસ સેવા બંધ કરવા વિચારણા કરી રહી છે. આની અસર એક મિલિયન જેટલા સ્ટેટ પેન્શનર્સ પર પડે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
લંડનની કાઉન્સિલોએ ફ્રીડમ પાસ સ્કીમની સમીક્ષાની જાહેરાત કરી દીધી છે. 2026-27માં આ યોજના પાછળ થતો ખર્ચ 12 ટકાના વધારા સાથે 372 મિલિયન પાઉન્ડ પર પહોંચે તેવા અંદાજોને પગલે આ સમીક્ષા હાથ ધરવામાં આવી છે. લંડનની કાઉન્સિલોના ચીફ ઓપરેટિંગ ઓફિસર સ્ટિફન બૂને જણાવ્યું હતું કે, આ યોજનાનો ખર્ચ કાઉન્સિલોને પોષાય તેવો નથી. અમે અન્ય વિકલ્પો પર વિચારણા કરી રહ્યાં છીએ.
રિચમન્ડમાં લિબરલ ડેમોક્રેટ કેબિનેટ મેમ્બરે જણાવ્યું હતું કે, એલેક્ઝાન્ડર ઇહમેને જણાવ્યું હતું કે, ફ્રીડમ પાસ પર વધી રહેલો ખર્ચ ચિંતાજનક છે. સ્થાનિક સત્તાવાળાઓ માટે આ યોજના ચાલુ રાખવી મુશ્કેલ બની રહી છે.


