વેક્સિન અભિયાનને વધુ £૧.૬૫ બિલિયનની ફાળવણી

Wednesday 10th March 2021 06:02 EST
 

લંડનઃ જુલાઈના અંત સુધીમાં યુકેની તમામ વયસ્ક વ્યક્તિને વેક્સિન આપવાના લક્ષ્યને પાર પાડી શકાય તે માટે ચાન્સેલર સુનાકે દેશના વેક્સિન અભિયાનને વધુ ૧.૬૫ બિલિયન પાઉન્ડની ફાળવણીની ખાતરી આપી છે. વડા પ્રધાન જ્હોન્સનના લોકઆઉટ રોડમેપની તારીખોને સરકાર વળગી રહી શકે તે માટે વેક્સિનેશનની સફળતા આવશ્યક છે.

મિનિસ્ટર્સ એપ્રિલની મધ્યમાં તમામ ૯ પ્રાયોરિટી ગ્રૂપ્સના લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે ૩૧ જુલી સુધી યુકેના તમામ વયસ્ક લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાનું લક્ષ્ય રાખ્યું છે. ચાન્સેલર સુનાક વિવિધ વેક્સિન્સનો એક સાથે ઉપયોગ થઈ શકે અને ત્રીજો ડોઝ અસરકારક બનશે કે કેમ તેના ‘વિશ્વના સૌપ્રથમ પરીક્ષણ’ માટે ૨૨ મિલિયન પાઉન્ડનું ફંડ ફાળવી રહ્યા છે. બજેટ અગાઉ, ચાન્સેલર સુનાકે જણાવ્યું હતું કે વેક્સિનેશનની  ગતિ જાળવી રાખીએ તે આવશ્યક છે. તેઓ નવા કોરોના વેરિએન્ટ્સના પ્રતિકારની ક્ષમતા સુધારવા માટે કોવિડ-૧૯ વેક્સિનની લાઈબ્રેરી તૈયાર કરવા ૫ મિલિયન પાઉન્ડ સહિત ૩૩ મિલિયન પાઉન્ડનું ફંડ પણ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter