વેક્સિનેશન અભિયાને વેગ પકડ્યો

Wednesday 20th January 2021 09:37 EST
 
 

લંડનઃ યુકેમાં વેક્સિનેશન મહાઅભિયાન વેગ પકડી રહ્યું છે અને દર એક મિનિટમાં ૧૪૦ બ્રિટિશરને વેક્સિનનો ડોઝ આપવામાં આવે છે. નવા તબક્કામાં પાંચ મિલિયનથી વધુ લોકોનું રસીકરણ કરાવાનું છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ સમયને દેશના વેક્સિનેશન કાર્યક્રમમાં નોંધપાત્ર સીમાચિહ્ન ગણાવ્યો છે. રસીકરણ અભિયાનમાં નીચેની બાબતો મહત્ત્વપૂર્ણ બની રહી છેઃ

• સોમવાર ૧૮ જાન્યુઆરીએ ૭૦ અને વધુ વયના ૪.૬ મિલિયન લોકોને વેક્સિન લેવા માટે આમંત્રણપત્રો મોકલી દેવાયા છે. • આ ઉપરાંત, ક્લિનિકલી વધુ અક્ષમ કે અસલામત હોય તેવા વધુ એક મિલિયન લોકોને પણ પત્રો મોકલાશે. આ લોકોમાં ઈમ્યુન સિસ્ટમને અસર કરતી બીમારી, ચોક્કસ પ્રકારના કેન્સર તેમજ અંગ પ્રત્યારોપણ કરાયેલાનો સમાવેશ થાય છે. • વેક્સિનેશન અભિયાનમાં અત્યાર સુધીમાં ૮૦ અને તેથી વધુ વયના અંદાજે અડધા લોકોને વેક્સિન આપી દેવાયું છે. • ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબના જણાવ્યા અનુસાર ૧૮થી વધુ વયના દરેક લોકોને મોડામાં મોડાં સપ્ટેમ્બર સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાશે. • દર એક મિનિટમાં ૧૪૦ બ્રિટિશરને વેક્સિનનો ડોઝ આપવામાં આવે છે અને આ હિસાબે ઓટમના પ્રારંભિક ગાળામાં તમામ પુખ્ત બ્રિટિશરને વેક્સિન આપી દેવાય તેવી યોજના છે. • કોરોના વાઈરસનો પ્રકોપ હજુ શમ્યો નથી. NHS Englandના ચીફ એક્ઝિક્યુટિવ સર સિમોન સ્ટીવન્સનું કહેવું છે કે દર ૩૦ સેકન્ડે કોરોના વાઈરસનો એક પેશન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. • મિનિસ્ટર્સના જણાવ્યા મુજબ આ સપ્તાહે કેર હોમ્સના નિવાસીઓ અને સ્ટાફ, ૮૦થી વધુ વયના લોકો અને હેલ્થ એન્ડ કેર વર્કર્સ સહિત બાકી રહેલા બે પ્રાયોરિટી જૂથને રસીકરણમાં આવરી લેવાશે. • રવિવાર,૧૭ જાન્યુઆરી સુધીમાં ૩.૮ મિલિયનથી વધુ લોકોને કોરોના વાઈરસ વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.  પ્રાયોરિટી ગ્રૂપ્સના પ્રથમ ચાર ગ્રૂપને ફેબ્રુઆરીની મધ્ય સુધીમાં રસી આપી દેવાશે તેમ વડા પ્રધાન જ્હોન્સને કહ્યું છે. • કોરોના વાઈરસથી મોતનું જોખમ ધરાવતા લોકોમાંથી ૮૮ ટકાને ફેબ્રુઆરીની મધ્ય સુધીમાં તેમજ  સૌથી વધુ જોખમ ધરાવતા લોકોના ૯૯ ટકાને સ્પ્રિંગની શરુઆતમાં રસીનો પ્રથમ ડોઝ આપી દેવાશે તેવી સરકારને આશા છે. • વેક્સિનેશન મધ્યે નવા વિવાદમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ લોર્ડ સમ્પશને ટીવી પર આંતરડાના ચોથા સ્ટેજના કેન્સરની પેશન્ટ ડેબોરાહ જેમ્સને  અન્ય લોકોની સરખામણીએ તેનું જીવન ઓછું મૂલ્યવાન હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter