વેટ પોલિસીના કારણે યુકેની પ્રાઇવેટ સ્કૂલોથી સંતાનોને દૂર કરતા અમીર વિદેશી વાલીઓ

Tuesday 21st January 2025 09:40 EST
 

લંડનઃ લેબર સરકારની વેટ પોલિસીના કારણે અમીર વિદેશી વાલીઓઓ તેમના સંતાનોને યુકેની પ્રાઇવેટ સ્કૂલોથી દૂર કરી રહ્યાં છે. યુકેની પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ કરતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જર્મનીના એક એજન્ટના જણાવ્યા અનુસાર વેટ ક્રાઇસિસના કારણે વાલીઓ આઘાત પામી રહ્યાં છે અને તેઓ તેમના સંતાનોને યુકેની પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવા પર પુનઃવિચાર કરી રહ્યાં છે. તેઓ અન્ય વિકલ્પોની તપાસ કરી રહ્યાં છે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ ટ્રેન્ડ સેક્ટરને વ્યાપક નુકસાન કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter