લંડનઃ વાઈકાઉન્ટ અને લેડી વેમાઉથ સરોગસી દ્વારા સંતાનપ્રાપ્તિ કરનારા પ્રથમ બ્રિટિશ એરિસ્ટોક્રેટ્સ બન્યાં છે. બીજા બાળકને જન્મ આપવામાં લેડી વેમાઉથનું મોત નીપજી શકે તેવી ડોક્ટરોની ચેતવણીના પગલે દંપતીએ સરોગસીનો સહારો લીધો હતો અને ૩૦ ડિસેમ્બરે અમેરિકામાં ખાનગી ક્લિનિકમાં ભાડૂતી માતાએ તેમના માટે હેન્રી થાઈનને જન્મ આપ્યો હતો.
લોંગ્લીટ બાથ ફેમિલીના વારસદાર લોર્ડ વેમાઉથ દંપતીને બે વર્ષનો પુત્ર જ્હોન છે. લેડી વેમાઉથને દુર્લભ ગણાતી હાઈપોફાઈટિસ કંડીશન હોવાનું નિદાન કરાયું હતું, જેમાં બાળકને જન્મ આપતી વખતે માતાને સ્ટ્રોકનો ખતરો રહે છે. પ્રથમ સગર્ભાવસ્થામાં પણ તેમને મગજમાં બ્લીડિંગ અને પિટ્યુટરી ગ્રંથિની તકલીફ થઈ હતી.


