લંડનઃ વેમ્બલીના એક શોપ ઓનરને ગેરકાયદેસર તમાકુના વેચાણ માટે 6 મહિનાની જેલ અને 2000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. વેમ્બલીમાં સંગીત પાન હાઉસ નામની શોપ ધરાવતા ઠક્કર છેલ્લા કેટલાક વર્ષમાં પાંચ વાર ગેરકાયદેસર તમાકુનુ વેચાણ કરતા ઝડપાયા છે.
બ્રેન્ટ કાઉન્સિલની ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ટીમે ઠક્કરની શોપ પર દરોડો પાડી ગેરકાયદેસર તમાકુના હજારો ઉત્પાદનો જપ્ત કર્યાં હતાં. કાઉન્સિલર કૃપા શેઠે જણાવ્યું હતું કે, શોપ ઓનર તેને અગાઉ મળેલી સજાઓમાંથી કોઇ પદાર્થપાઠ શીખ્યો નથી. હું આ ચુકાદાને આવકારું છું.

