વેમ્બલીમાં મૂળ હૈદરાબાદની 27 વર્ષીય સ્ટુડન્ટની ચાકૂ મારીને હત્યા

બ્રાઝિલિયન પાડોશી પર શંકાની સોય, એક મહિલા ઇજાગ્રસ્ત

Tuesday 20th June 2023 12:23 EDT
 
 

લંડનઃ લંડનના વેમ્બલીમાં નીલ્ડ ક્રેસેન્ટ ખાતે ભારતના હૈદરાબાદની મૂળ વતની એવી 27 વર્ષીય મહિલાની ચાકૂ મારીને હત્યા કરાઇ હતી. કોન્થમ તેજસ્વિની રેડ્ડી જે ફ્લેટમાં રહેતી હતી તે જ ફ્લેટમાં રહેતા એક વ્યક્તિએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 28 વર્ષની અન્ય એક મહિલા અખિલાને પણ ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કોન્થમ તેજસ્વિની નોટિંગહામ યુનિવર્સિટીની અનુસ્નાતક સ્તરની વિદ્યાર્થિની હતી.

લંડન મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના 13 જૂને બની હતી. લંડન એમ્બ્યુલન્સ સર્વિસને 13 જૂનના રોજ સવારના 9-59 કલાકે કોલ મળ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસને બે મહિલાઓ લોહીના ખાબોચિયામાં પડેલી મળી આવી હતી. તેજસ્વિનીનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નોર્થ લંડન હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

શરૂઆતમાં પોલીસે શંકાના આધારે બે વ્યક્તિની અટકાયત કરી હતી અને અન્ય એક શંકાસ્પદની તસવીર જારી કરી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવાઇ હતી. પોલીસે પૂછપરછ માટે એક પુરુષ અને મહિલાને પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતાં.

એમ માનવામાં આવે છે કે સમાન ફ્લેટમાં રહેતો બ્રાઝિલિયન મૂળનો વ્યક્તિ આ હુમલા માટે જવાબદાર છે. પોલીસ આ મામલામાં વધુ તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter