વેલિંગબરોમાં નરેન્દ્ર મોદીના વિજયની ઉજવણી

Wednesday 29th May 2019 03:10 EDT
 
(ફોટો અને અહેવાલ - જગદીશ ગણાત્રા, વેલિંગબરો)
 

ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના ૨૩મે, ૨૦૧૯ના રોજ આવેલા પરિણામોમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ અને સાથી પક્ષોના ગઠબંધન NDAને અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત થયો. નોર્થમ્પટનશાયરના વેલિંગબરોમાં મોદી સરકારની આ ભવ્ય સફળતાને લઈને એક શાનદાર ઉત્સવનું આયોજન કરાયું હતું.

૨૩મીમેની સાંજે વિજયની ઉજવણી મનાવવા નરેન્દ્ર મોદી તેમજ ભાજપના સમર્થકો એકઠા થયા હતા. સૌએ દેશભક્તિના ગીતો સાથે ભોજન સમારોહનું આયોજન કરીને ખુશી વ્યક્ત કરી હતી.આ સમગ્ર આયોજનની વ્યવસ્થા શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી બી આર પટેલ તેમજ જગદીશભાઈ ગણાત્રા અને મિત્રમંડળ દ્વારા કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter