વેલ્શ અને ભારતીય સાંસ્કૃતિક વિનિમયને સરકારી ભંડોળ

Wednesday 22nd February 2017 05:28 EST
 
 

લંડનઃ યુકે-ઈન્ડિયા ૨૦૧૭ કલ્ચરલ સીઝનના ભાગરૂપે વેલ્શ સંસ્કૃતિને ભારતમાં લઈ જવાના ૧૧ આર્ટ્સ પ્રોજેક્ટ્સને પણ સરકારી ભંડોળ આપવામાં આવનાર છે. વેલ્શ અને ભારતીય સર્જનાત્મક પ્રોફેશનલ્સ સાથે મળી પુસ્તકો, સંગીત અને નૃત્ય સહિત નવા કાર્યોનું સર્જન કરવા બે દેશોનો પ્રવાસ ખેડશે. ૪૫૦,૦૦૦ પાઉન્ડના ઈન્ડિયા વેલ્સ ફંડમાંથી આ પ્રોજેક્ટસને હિસ્સો અપાશે.

વેલ્સ આર્ટ્સ ઈન્ટરનેશનલ અને બ્રિટિશ કાઉન્સિલની સંયુક્ત યોજના બે દેશો વચ્ચે સંબંધોના નિર્માણને આગળ વધારવાનો હેતુ ધરાવે છે. ભારત અને વેલ્સમાં કળાકારોના પરફોર્મન્સીસ યોજાશે અને કેટલુંક કાર્ય ઓનલાઈન પ્રાપ્ત રહેશે. વર્કશોપ્સ, પ્રવાસ અને પરિસંવાદો થકી બંને દેશના કળાકારો અને ઓડિયન્સીસને લાભ થશે. પસંદ કરાયેલા પ્રોજેક્ટ્સની સંપૂર્ણ યાદી ઈકોનોમી સેક્રેટરી કેન સ્કેટસ દ્વારા જાહેર કરાશે.

વેલ્સ માટેના માનદ ભારતીય કોન્સલ રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે,‘વેલ્સ અને ભારત સંગીત, સાહિત્ય, નૃત્ય અને રંગમંચ પ્રતિ ભારે પ્રેમ ધરાવે છે ત્યારે એકબીજાની પરફોર્મિંગ આર્ટ્સના સમૃદ્ધ વારસાના હિસ્સેદાર બનવાની અદભૂત તક આ સાંસ્કૃતિક વિનિમય દ્વારા મળી રહેશે. વેલ્શ, ઈંગ્લિશ અને બંગાળી લેખકો સાથે મળી જીવંત પરફોર્મન્સ અને નવા ત્રિભાષી કાર્યના પ્રકાશન માટે છ પ્રખ્યાત લેખકોના કાર્યને નવું સ્વરુપ આપશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter