વેલ્સના ગ્રૂમિંગ ગેંગ લીડર મુસ્તફા ઇકબાલને 35 વર્ષની કેદ

ઇકબાલના સાથીઓ અર્શદને 19 વર્ષ, બાદશાહને 17 વર્ષ, જ્યારે સિંહને 8 વર્ષની કેદ

Tuesday 29th September 2026 10:49 EDT
 

લંડનઃ ઉત્તર વેલ્સમાં ગ્રૂમિંગ ગેંગના સૂત્રધાર મુસ્તફા ઇકબાલને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ટેક-અવે ડિલિવરી ડ્રાઇવર અને ડ્રગ્સનો વેપાર કરતો મુસ્તફા ઇકબાલ બે વિદ્યાર્થીનીનું શારીરિક શોષણ કરનાર ગૂમિંગ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો. ઇકબાલ ઉપરાંત જિયાઉલ્લાહ બાદશાહ (25), કાફેના માલિક મોહમ્મદ ઉસ્માન અર્શદ (36), અને જસવિંદર સિંહ (61) આ સગીરાઓનું જાતીય શોષણ કરતા હતા.  

ગયા મહિને ઇકબાલ, બાદશાહ, અર્શદ, અને સિંહને બળાત્કાર, જાતીય હુમલો, તસ્કરીનું કાવતરું અને ડ્રગ્સના સપ્લાય સહિત 40થી વધુ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અર્શદને 19 વર્ષ, બાદશાહને 17 વર્ષ, જ્યારે સિંહને આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમના નામ અનિશ્ચિત મુદત માટે સેક્સ ઓફિન્ડર્સ રજિસ્ટરમાં ઉમેરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter