વેલ્સના સ્ટોર દ્વારા વેચાતા ગણેશજીના પ્રતિક ધરાવતા મોજાં સામે ઉગ્ર રોષ

મોજાં પાછા ખેંચવા અને માફી માગવા હિન્દુ સમુદાયની માગ

Tuesday 27th June 2023 13:41 EDT
 
 

લંડનઃ પગમાં પહેરવાના મોજાં પર ગણેશજીની તસવીરોથી વિચલિત હિન્દુ સમુદાયે વેલ્સના હેવરફોર્ડવેસ્ટ ખાતેના ઓનલાઇન સ્ટોર વિઝડમ વેર્સને આ મોજાં તાત્કાલિક પાછા ખેંચી લેવાની અપીલ કરી છે. હિન્દુ અગ્રણી રાજન ઝેડે અમેરિકામાં નેવાડા ખાતે એક નિવેજન જારી કરતાં જણાવ્યું હતું કે, ભગવાન ગણેશ હિન્દુ ધર્મમાં અત્યંત પૂજનીય છે. તેમની પૂજા ઘરો અને મંદિરોમાં થતી હોય છે ત્યારે તેમને પગમાં સ્થાન આપી શકાય નહીં. હિન્દુ દેવી દેવતાઓની તસવીરો, પ્રતિકોનો વ્યાવસાયિક અથવા તો અન્ય એજન્ડા માટે ઉપયોગ અયોગ્ય છે કારણ કે તેનાથી હિન્દુ સમુદાયની લાગણી દુભાય છે.

યુનિવર્સિલ સોસાયટી ઓફ હિન્દુઇઝમના પ્રમુખ રાજન ઝેડે વિઝડમ વેર્સને કથિત મોજાં પાછા ખેંચી લેવા અને વિધિવત માફી માગવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન રિટેલર્સે ધાર્મિક વસ્તુઓનું વેચાણ કરવું જોઇએ નહીં. વિઝડમ વેર્સ દ્વારા આ મોજાં 7.95 પાઉન્ડની કિંમતે વેચવામાં આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter