લંડનઃ વેલ્સના સ્વાનસીના હરમનપ્રીત સિંહને લગ્નની આગલી રાતે 150 માઇલ પ્રતિ કલાકની ઝડપે પોતાની રોલ્સ રોય્સ કાર હંકારવા માટે 12 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. હરમનપ્રીત સિંહ વેલ્સમાં તેના માતાપિતા સાથે કન્વેનિયન્સ સ્ટોર્સનું સંચાલન કરે છે. હરમને કાર્ડિફ ક્રાઉન કોર્ટમાં પોતાનો અપરાધ કબૂલી લીધો હતો. હરમનનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ 3 વર્ષ માટે રદ કરી દેવાયું છે અને તેને ફરીવાર લાયસન્સ લેવા માટે આકરા ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

