વેસ્ટ ડ્રેટન ટ્રેન હુમલાખોર ઝકારિયા મોહમ્મદને 1 વર્ષ 8 મહિનાની કેદ

Tuesday 02nd June 2026 12:07 EDT
 
 

લંડનઃ પશ્ચિમ લંડનના ઝકારિયા મોહમ્મદને ટ્રેનના એક મુસાફર પર ઘૃણાસ્પદ જાતીય હુમલો કરવા માટે 1 વર્ષ અને 8 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. નશામાં ધૂત 32 વર્ષીય ઝકારિયા મોહમ્મદે 24 માર્ચે રીડિંગ તરફ જતી પીક-અવર ટ્રેનમાં 21 વર્ષીય યુવાન પીડિત સાથે દુર્વ્યવહાર કર્યો હતો.  પીડિત યુવાને બચાવનો પ્રયાસ કરતાં મોહમ્મદે તેના માથા પર વાઇનની બોટલ વડે વારંવાર પ્રહારો કર્યા હતા.

19 મેના રોજ રીડિંગ ક્રાઉન કોર્ટમાં ન્યાયાધીશે તેને એક વર્ષ અને આઠ મહિનાની જેલની સજા સંભળાવી હતી. આ ઉપરાંત, તેનું નામ 10 વર્ષ માટે સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યું છે અને તેના પર ૧૦ વર્ષનો નવો એસએચપીઓ લાગુ કરાયો છે અને પીડિત સરચાર્જ પેટે 187 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter