લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સના વોલસાલમાં 20 વર્ષીય ભારતીય મૂળની મહિલા પર કથિત બળાત્કારની ઘટના સામે આવી છે. પોલીસનું માનવું છે કે આ એક રેસિસ્ટ એટેક છે અને વંશીય ઓળખના કારણે મહિલાને નિશાન બનાવવામાં આવી છે. પોલીસે આ મામલામાં શંકાના આધારે 32 વર્ષીય પુરુષની ધરપકડ કરી છે. આ વ્યક્તિ યુવતીનો પીછો કરતાં તેના ઘર સુધી પહોંચ્યો હતો અને ઘરમાં ઘૂસી જઇ યુવતી પર બળાત્કાર કર્યો હતો.
શનિવારે સાંજે એક મહિલા નિઃસહાય હાલતમાં સડક પર હોવાની માહિતી મળતા પોલીસ પહોંચી હતી. પ્રારંભિક તપાસમાં મહિલાએ જણાવ્યું હતું કે, એક અજાણ્યા વ્યક્તિએ નજીકની પ્રોપર્ટીમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
તપાસ સંભાળી રહેલા ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડેન્ટ રોનાન ટાયરરે જણાવ્યું હતું કે, ટાયરરે જણાવ્યું હતું કે, આ પુરુષને પેરી બાર્ર વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો. અમારી તપાસમાં મહત્વની સફળતા પ્રાપ્ત થઇ છે. અમારી અપીલના પગલે માહિતી આપનારાઓનો હું આભારી છું. પોલીસ વિશેષ તાલીમ પામેલા અધિકારીઓ દ્વારા પીડિત યુવતીને સહાય કરશે.
સ્થાનિક સમુદાયે જણાવ્યું હતું કે, પીડિત મહિલા પંજાબી મૂળની છે. છેલ્લા એક મહિનામાં બીજી બ્રિટિશ શીખ મહિલાને નિશાન બનાવવામાં આવી છે. ગયા મહિને ઓલ્ડબરી વિસ્તારમાં એક શીખ યુવતી પર બળાત્કાર ગુજારાયો હતો.
શીખ ફેડરેશન યુકેના દબિન્દરજિતસિંહ (ઓબીઇ)એ જણાવ્યું હતું કે, વાલસાલમાં બળાત્કારનો ભોગ બનનારી યુવતી પંજાબી હતી. લેબર સાંસદ પ્રીત કૌર ગિલે પણ ઘટના પર આઘાત વ્યક્ત કર્યો હતો.
મિડલેન્ડ્સનો શીખ સમુદાય ભયભીત
વોલસાલ અને ઓલ્ડબરીમાં બે શીખ યુવતીઓ પર રેસિસ્ટ હુમલો કરીને બળાત્કાર ગુજારવાની ઘટનાઓના કારણે મિડલેન્ડ્સમાં વસતા શીખ સમુદાયમાં ભય પ્રવર્તી રહ્યો છે. દાયકાઓથી રહેતા શીખ અગ્રણીઓ સવાલ કરી રહ્યાં છે કે શું આ વિસ્તારમાં અમારો સમુદાય સુરક્ષિત છે? શીખ પ્રેસ એસોસિએશનના જસવીર સિંહે જણાવ્યું હતું કે, આ ઘટનાઓથી સમગ્ર વિશ્વનો શીખ સમુદાય ભયભીત છે. યુકેમાં શીખ સમુદાયે હંમેશા રેસિઝમનો સામનો કર્યો છે. અપરાધીઓને ઝડપી લેવા અત્યંત મહત્વનું છે. શીખ સમુદાયમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કરાયું છે જેમાં ડોર ટુ ડોર જઇને અને ઓનલાઇન
ઓલ્ડબરીમાં શીખ યુવતી પર બળાત્કારના આરોપસર બેની ધરપકડ
વેસ્ટ મિડલેન્ડ્સમાં ઓલ્ડબરી ખાતે 20 વર્ષીય શીખ મહિલા પર બળાત્કારના આરોપસર 49 વર્ષીય પુરુષ અને 65 વર્ષીય મહિલાની ધરપકડ કરાઇ છે. હાલ તેમની કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે. પોલીસે અગાઉ આ હુમલાને રેસિસ્ટ ગણાવ્યો હતો. આમ તો આ બંનેની ધરપકડ વધુ એક અપરાધ માટે કરાઇ હતી પરંતુ પોલીસને શંકા છે કે શીખ યુવતી પરના બળાત્કારમાં પણ આ બંને સંડોવાયેલા છે. શીખ ફેડરેશન યુકે દ્વારા પોલીસની ત્વરિત કામગીરીની પ્રશંસા કરાઇ છે.


