વેસ્ટકોમ્બ ગ્રુપને ફાઇવ સ્ટાર હોટેલ ઇન્ડિગો અને કિંગ્સ્ટન બ્રિજ હાઉસના પુનઃવિકાસની મંજૂરી

પાનખણિયા પરિવારનું ગ્રુપ નવી ફાઇવસ્ટાર હોટેલ અને 22 હોમ્સનું નિર્માણ કરશે

Tuesday 27th October 2026 09:59 EDT
 
 

લંડનઃ વિરાજ પાનખણિયા દ્વારા 1975માં સ્થાપિત વેસ્ટકોમ્બ ગ્રુપને ફાઇવ-સ્ટાર હોટેલ ઇન્ડિગો અને કિંગ્સ્ટન બ્રિજ હાઉસના પુનઃવિકાસ માટે મંજૂરી મળી છે. હેમ્પટન વિકના આ 20 મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટ દ્વારા લક્ઝરી આઇએચજી હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ હોટેલ, 22 નવા મકાનોનું નિર્માણ કરાશે. જેના પગલે સ્થાનિક અર્થતંત્રમાં કરોડો પાઉન્ડનું વધારાનું રોકાણ પ્રાપ્ત થશે.

આ પ્રોજેક્ટ હેઠળ ચર્ચ ગ્રોવ સ્થિત ભૂતપૂર્વ સ્ટુડન્ટ એકોમોડેશન બિલ્ડિંગને ફાઇવ-સ્ટાર લક્ઝરી બુટીક હોટેલમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેમાં બાર, ઉચ્ચ કક્ષાની રેસ્ટોરન્ટ અને કોન્ફરન્સ સ્પેસ સહિતની સંપૂર્ણ સુવિધાઓ હશે. આ ઉપરાંત, 22 લક્ઝરી વન, ટુ અને થ્રી-બીએચકે એપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવશે, જેમાં 4 અફોર્ડેબલ મકાનોનો પણ સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટથી હેમ્પટન વિક તેમજ સમગ્ર કિંગ્સ્ટન અને રિચમંડ વિસ્તારને નોંધપાત્ર ફાયદો થવાની ધારણા છે. આ પ્રોજેક્ટથી નિર્માણ ક્ષેત્રે 20 મિલિયન પાઉન્ડનું રોકાણ થશે, 50 ઉચ્ચ-ગુણવત્તાવાળી નોકરીઓ ઉપલબ્ધ થશે, વાર્ષિક આશરે 9,000 હોટેલ મુલાકાતીઓ આકર્ષાશે અને સ્થાનિક અર્થતંત્રમાં વાર્ષિક આશરે 4.3 મિલિયન પાઉન્ડનું રિટેલ અને લેઝર સ્પેન્ડિંગ જનરેટ થશે. આ ઉપરાંત કાઉન્સિલ ટેક્સ અને બિઝનેસ રેટ્સ પેટે વાર્ષિક આશરે 1,95,000 પાઉન્ડની આવક થવાનો અંદાજ છે.

વેસ્ટકોમ્બ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કમલ પાનખણિયાએ જણાવ્યું હતું કે: અમારા પ્રસ્તાવને આયોજન મંજૂરી મળતાં જ વેસ્ટકોમ્બ અને હેમ્પટન વિક માટે આ એક ખૂબ જ ઉત્સાહજનક ક્ષણ છે. અમે એક ભૂતપૂર્વ ખાલી પડેલી બિલ્ડિંગને નવા મકાનો, અફોર્ડેબલ હાઉસિંગ અને ફાઇવ-સ્ટાર લક્ઝરી હોટેલમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ, જે દર વર્ષે સ્થાનિક વિસ્તારમાં નોકરીઓ, સમૃદ્ધિ અને હજારો મુલાકાતીઓને લાવશે. અમે આ પ્રોજેક્ટને યુકે અને વિદેશમાં અમારા બે વ્યવસાયો વચ્ચેના એક લાંબા અને સફળ સંબંધની શરૂઆત તરીકે જોઈએ છીએ.

આઇએચજી હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના ડેવલપમેન્ટ (યુરોપ)ના વાઇસ પ્રેસિડેન્ટ વિલેમાઇન ગીલ્સે જણાવ્યું હતું કે, અમે વેસ્ટકોમ્બ ગ્રુપનું આઇએચજીમાં સ્વાગત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter