વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રેકેશ ચૌહાણ દ્વારા કોમનવેલ્થ સિમ્ફનીની રજૂઆત

Tuesday 17th March 2026 11:30 EDT
 
 

લંડનઃ બ્રિટિશ ભારતીય સંગીતકાર રેકેશ ચૌહાણ દ્વારા રચિત કોમનવેલ્થ સિમ્ફનીનું વર્લ્ડ પ્રીમિયર 9 માર્ચ 2026 ના રોજ કોમનવેલ્થ ડે ઓફ સર્વિસ સેલિબ્રેશનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાયું હતું કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા, પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ સહિતના રાજવી પરિવારના સભ્યો અને કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ સામેલ થયાં હતાં. કોમનવેલ્થ સિમ્ફની એ સંગીતનું એવું સ્વરૂપ છે જેમાં 56 કોમનવેલ્થ દેશોના સંગીતનો સમન્વય કરાયો છે.  બર્મિંગહામ સિટી સિમ્ફની ઓર્કેસ્ટ્રાએ તેની રજૂઆત કરી હતી. કોમનવેલ્થ ડે સર્વિસમાં ભૂતપૂર્વ સ્પાઈસ ગર્લ, ગેરી હેલીવેલ અને સ્ટ્રિક્લી કમ ડાન્સિંગના ઓટી માબુસે દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ડે ઓફ સર્વિસ સેલિબ્રેશનનું આયોજન રોયલ કોમનવેલ્થ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં 1,800 થી વધુ લોકો હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter