વૈશ્વિક મંચ પર ભારતનો સમય આવી ચૂક્યો છેઃ બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસ

Tuesday 12th December 2023 12:32 EST
 
 

લંડનઃ ભારતમાં નવી દિલ્હી ખાતે ફિક્કીની 96મી વાર્ષિક મહાસભા ખાતે સંબોધન કરતાં બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસે ભારત જેવા વિકાસશીલ અર્થતંત્ર માટે મોટાપાયા પર બદલાવ પર ભાર મૂકતાં ભારતના સમય પર વિચારો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ભારત યુકેમાં મૂડીરોકાણ કરનારો બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. ટેકનોલોજીમાં સહકાર, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, નિકાસ બજારોના વિસ્તરણ પર ફરી ધ્યાન કેન્દ્રિત કરીને આપણા પ્રવર્તમાન આર્થિક સંબંધોનું આંતરરાષ્ટ્રીયકરણ થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક મંચ પર ભારતનો સાચો સમય આવી ચૂક્યો છે.

જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ ભારતને જી-20ના અધ્યક્ષ તરીકે મેળવેલી સફળતા અને દિલ્હી ડેકલેરેશનના પ્રારંભ પર અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન વિશેષ સંબંધ ધરાવે છે. તેઓ બંને દેશ વચ્ચે મજબૂત આર્થિક પાયાના નિર્માણનું મહત્વાકાંક્ષી વિઝન ધરાવે છે.

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ડો. સમીર સરને જણાવ્યું હતું કે, ભારતની વિકાસગાથાએ બહુપરિમાણની નવી વ્યાખ્યા આપી છે. ભારતે મજબૂત સ્ટાર્ટ અપ સિસ્ટમની રચના કરીને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને બહોળું બજાર ઉપલબ્ધ કરાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter