લંડનઃ મહત્ત્વના નિર્ણયો લેવા માટે વોટ્સ એપ અને સિગ્નલના સરકારી ઉપયોગ અંગેના સૌ પ્રથમ કેસના ભાગરૂપે મિનિસ્ટરો અને અધિકારીઓએ સરકારી કામકાજ માટે કેટલી વખત અંગત ફોન અને ઈમેલ એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો છે તેની બે ડિપાર્ટમેન્ટ માહિતી આપે તેવી કેમ્પેનરોએ માગણી કરી હતી.
ટ્રાન્સપરન્સી કેમ્પેઈન ગ્રૂપ Foxglove એ ટોચના સિવિલ સર્વન્ટ્સની વાતચીત વિશે કયા સત્તાવાર રેકર્ડ્સ રાખ્યા છે તે જાણવાની માગણીની કાનૂની વિનંતીઓ કેબિનેટ ઓફિસ અને ડિપાર્ટમેન્ટ ફોર ડિજીટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટને સુપરત કરી હતી. Foxglove આ સરકારને ‘વોટ્સએપ ગવર્નમેન્ટ’ ગણાવે છે તેના જ્યુડિશિયલ રિવ્યૂમાં તેના સમર્થન માટે તેના પરિણામોનો ઉપયોગ થશે. સુનાવણીમાં તેનો ઉપયોગ પૂરાવા તરીકે કરી શકાય તેથી વિનંતીના રૂપમાં આ માગણી કરવામાં આવી છે.
ગ્રૂપ દ્વારા જણાવાયું હતું કે આ વાતચીતનો કોઈ સત્તાવાર રેકર્ડ ન હોય તો પર્સનલ મેસેજિંગ એપનો ઉપયોગ લોકશાહીની વિશ્વસનીયતા અને જાહેર રેકર્ડના ભવિષ્ય માટે તાકીદના જોખમ સમાન છે.
સરકાર સત્તાવાર કામકાજ કરવા માટે બિનસત્તાવાર ચેનલોનો ઉપયોગ કરીને કાયદો તોડી રહી છે તે દર્શાવવાના પ્રયાસમાં કેમ્પેઈન ગ્રૂપ Citizens ની સાથે Foxglove આવતા મહિને પરમિશન હિયરિંગમાં તેના પૂરાવા રજૂ કરશે.
તેના ડિરેક્ટર કોરી ક્રાઈડરે જણાવ્યું હતું કે ચૂંટાયેલા રાજકારણીઓને જવાબદાર ઠેરવી શકાય તે માટે પ્રજા પાસે આધાર રાખી શકે તેવા સત્તાવાર રેકર્ડ હોવા જ જોઈએ.