વોન્ટેડને ઝડપવા પોલીસે જનતાની મદદ માગી

Tuesday 27th February 2024 11:13 EST
 

લંડનઃ પોલીસને ડ્રગ કેસના આરોપી માનવિન્દરસિંહ ગિલની તલાશ છે. પોલીસના જણાવ્યા અનુસાર ગિલ લેસ્ટરશાયરમાં હોવાની માહિતી મળી છે. જો કોઇને તેના અંગે જાણ હોય તો ટ્રાન્સપોર્ટ પોલીસને જાણ કરવા અપીલ કરાઇ છે. 23 વર્ષીય ગિલ 9 નવેમ્બરના રોજ આયલ્સબરી ક્રાઉન કોર્ટમાં હાજર થયો નહોતો. તેના પર ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. હાલ ગિલ ક્યાં છે તેની કોઇને જાણ નથી તેના પગલે પોલીસે જનતાની મદદ માગી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter