વોર્સેસ્ટરમાં ભારતીય વિદ્યાર્થી વિજય કુમારની કરપીણ હત્યા

હરિયાણા સ્થિત પરિવારે ભારતીય હાઇ કમિશનની મદદ માગી

Tuesday 02nd December 2025 09:28 EST
 
 

લંડનઃ વોર્સેસ્ટરમાં 29 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિજય કુમાર શિઓરનની ચાકુ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. મૂળ હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના વતની વિજયના પરિવારે મદદ માટે ભારતના વિદેશ મંત્રાલયને અપીલ કરી છે જેથી તેનો મૃતદેહ ભારત લાવી શકાય.

વિજય બ્રિસ્ટોલ સ્થિત યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરતો હતો. કેટલાક ચોક્કસ તત્વો દ્વારા 25 નવેમ્બરના રોજ તેની હત્યા કરી નંખાઇ હતી. પોલીસને વહેલી પરોઢે વિજય કુમાર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે તાત્કાલિક બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં 26 નવેમ્બરના રોજ તેનું મોત થયું હતું.  વિજયની હત્યાના પગલે ભારત સ્થિત તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર વિજય કુમાર પર હુમલો કરનારા વિદ્યાર્થીઓ પણ હરિયાણા અને પંજાબના વતની છે. જોકે પોલીસે હજુ તેમની ઓળખ જાહેર કરી નથી. વેસ્ટ મર્સિયા પોલીસે જણાવ્યું હતું કે, અમે હત્યાની શંકાના આધારે 22થી 35 વર્ષના પાંચ વ્યક્તિની ધરપકડ કરી છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter