લંડનઃ કોરોના મહામારી દરમિયાન કેર હોમમાં રહેતા પરિવારજનોની મુલાકાત લેવાથી તેમના માનવઅધિકારનો ભંગ થતો હોવાના સરકારના દિશાનિર્દેશો સામે ચેરિટી જહોન્સ કેમ્પેઈન દ્વારા કાનૂની જંગ છેડવામાં આવ્યો છે. આ કેમ્પેઈન ૨૨ જુલાઈએ હોમ કેરની મુલાકાત વિશે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC) જારી કરાયેલા દિશાનિર્દેશની ન્યાયિક સમીક્ષાની માગ કરવામાં આવી છે. કેર ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન ગ્રીને જણાવ્યું કે તે માને છે કે દરેક ચેરિટી વિઝિટ્સ ફરી શરૂ થાય તે માટે પ્રતિબદ્ધ છે. પરંતુ, કેટલાંક કેર હોમ્સના રહીશોની વિવિધ પ્રકારની શારીરિક નિર્બળતાને લીધે ત્યાં તે વધુ મુશ્કેલ છે. DHSCના પ્રવક્તાએ જણાવ્યું કે અમારી પ્રાથમિકતા કેર હોમ્સમાં સંક્રમણને અટકાવવાની છે અને શક્ય હોય ત્યાં વિઝિટીંગ પોલીસીન વિકલ્પ શોધવા જોઈએ.
૨૦૧૪ માં મૃત્યુ નજીક રહેલા નીક્કી ગેરાર્ડના પિતા ડો. જહોન ગેરાર્ડને પરિવારથી ફરજિયાતપણે દૂર રખાતા તેમની તબિયત કથળી હતી. તે પછી આ ચેરિટીની સ્થાપના કરાઈ હતી.
કો-ફાઉન્ડર જુલિયા જોન્સની માતા જૂન જોન્સે તેમના જીવનના છેલ્લાં અઢી વર્ષ કેર હોમમાં વીતાવ્યા હતા અને ડિમેન્શિયાને લીધે મૃત્યુ પામ્યા હતા. તેમણે જણાવ્યું કે મને આશા છે કે સરકાર સમય વેડફ્યા વગર સ્પષ્ટ નિર્દેશ આપશે અને તેમની જરૂરિયાતોને સમર્થન આપશે. લે ડેના તેમના સોલિસિટર પ્રિ-એક્શન લેટર તૈયાર કરી રહ્યા છે.
પબ્લિક હેલ્થ અને લોકલ ઓથોરિટીના ડિરેક્ટર નિર્ણય કરે કે કેર હોમની મુલાકાત લેવાનું સલામત છે તે પછી ઈંગ્લેન્ડના ચોક્કસ કેર હોમ્સમાં વિઝિટ ફરી શરૂ થઈ શકે, તેમ આ દિશાનિર્દેશમાં જણાવાયું હતું.
પરંતુ, ચેરિટીઝે જણાવ્યું કે સરકાર આ મુદ્દો દ્વારા સ્પષ્ટ કરે અને તેને લાગૂ કરે નહીં ત્યાં સુધી સ્થાનિક ઓથોરિટીને જવાબદારી સોંપવાથી મુલાકાતની પરવાનગી બાબતે થોડો ફેર પડી શકે. જહોન્સ કેમ્પેઈન માને છે કે સરકાર વ્યક્તિગત માનવ અધિકારોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ કહી છે. કેટલાંક કેર હોમ્સ વ્યક્તિની જરૂરિયાતના આધારે નિર્ણય લે છે, સ્થાપકોએ કહ્યું કે સરકારનો આદેશ વિશ્વાસના અભાવને દૂર કરી શકે.