વ્હાઇટિંગ અને હસ્સીએ 54 વર્ષ બાદ પેરેમાઉન્ટ પિક્ચર્સ પર 500 મિલિયન ડોલરનો દાવો ઠોક્યો

રોમિયો-જુલિયટ પર આધારિત ફિલ્મમાં નગ્ન દ્રશ્યો કરાવી શોષણ કર્યાનો આરોપ

Wednesday 11th January 2023 05:51 EST
 
 

લંડન

લિઓનાર્ડો વ્હાઇટિંગ અને ઓલિવિયા હસ્સીએ રોમિયો અને જુલિયટની કહાણી પર આધારિત ફિલ્મમાં 1968માં કામ કર્યું ત્યારે ઇન્ટિમસી કોચીસ અને હેશટેગ મીટુ જેવી ચળવળો દાયકાઓ દૂર હતી. આ બંને બ્રિટિશ કલાકારો તે સમયે અનુક્રમે 16 અને 15 વર્ષના હતા. ફિલ્મના અંતભાગમાં તેમને નગ્નાવસ્થામાં દર્શાવવામાં આવ્યા હતા. તે સમયે આ દ્રશ્યોની આકરી ટીકા કરાઇ હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઘણી સફળ રહી હતી.

હવે 72 વર્ષીય વ્હાટિંગ અને 71 વર્ષીય હસ્સીએ ફિલ્મ નિર્માતા પેરેમાન્ટ પિક્ચર્સ પર 500 મિલિયન ડોલરનો દાવો માંડ્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે તેમને નગ્ન દ્રશ્યો આપવાની ફરજ પડાઇ હતી જેના કારણે તેઓ ભયભીત થઇ ગયાં હતાં.

અમેરિકાના લોસ એન્જલસની અદાલતમાં દાખલ કરાયેલા ખટલામાં તેમણે આરોપ મૂક્યો છે કે ફિલ્મના ડિરેક્ટર ફ્રાન્કો ઝેફરલીએ તેમને પડતા મૂકી દેવામાં આવ્યા હતા અને તેમની જાણ બહાર કેલિફોર્નિયા અને અમેરિકાના ફેડરલ કાયદાઓનો ભંગ કરીને તેમના પર આ દ્રશ્યો કંડારવામાં આવ્યા હતા જે બાળકોનું શોષણ અટકાવતા કાયદાઓનું ઉલ્લંઘન હતું.

ફિલ્મના ડિરેક્ટર ઝેફરલીનું 2019માં 96 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે વ્હાટિંગ અને હસ્સીને કથિત રીતે જણાવ્યું હતું કે, ફિલ્મમાં કોઇ નગ્ન દ્રશ્યો નહીં હોય અને તેમને બેડરૂમ સીન દરમિયાન ચામડીના રંગના કપડાં પહેરાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter