રક્ષાબંધનના પર્વ પ્રસંગે કચ્છના માધાપર સ્થિત શ્રી નવચેતન અંધજન મંડળની અનેક શુભકામનાઓ સાથે શુભ અને કલ્યાણ વાંચ્છતી અંધ બહેનો દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રી શ્રી સીબી પટેલને રક્ષાકવચરૂપી રાખડી મોકલવામાં આવી હતી. આ જ રીતે અન્ય સંગઠનો અને વાચક બહેનો દ્વારા પણ શ્રી સીબી પટેલને દર વર્ષે હેતપૂર્વક રાખડી મોકલવામાં આવે છે. અમે આ પ્રસંગે સર્વે અંધ બહેનો, મંડળના સંચાલકો અને વાચક બહેનોનો અભાર વ્યક્ત કરીએ છીએ.
આપ ભારતની મુલાકાત લો ત્યારે આપના વતન કે ગામની નજીક આવેલી આવી સંસ્થાઓ, વૃધ્ધાશ્રમો કે અંધજન શાળાઓની મુલાકાત લઇ યથાયોગ્ય દાન કરશો તો આપના દિલને શાંતિ મળશે અને તેમનું સરોવર પણ ટીપે ટીપે ભરાશે.


