શરમજનકઃ યુકેમાં હજારો મહિલા કર્મચારી લેડીઝ ટોઇલેટથી વંચિત

Tuesday 05th December 2023 13:15 EST
 
 

લંડનઃ એક સરવેના ચોંકાવનારા આંકડા અનુસાર હજારો મહિલા કર્મચારીઓને કામ સ્થળે લેડીઝ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ નથી. યુનાઇટ દ્વારા કરાયેલા સરવે અનુસાર 50 ટકા મહિલા બસ ડ્રાઇવરને ક્યારેક જ લેડીઝ ટોઇલેટ ઉપલબ્ધ બને છે જ્યારે સિવિલ એર ટ્રાન્સપોર્ટમાં 27 ટકા મહિલા કર્મચારી આ મુશ્કેલીનો સામનો કરી રહી છે. 9 ટકા કર્મચારી તો એવી હોય છે જેમને ટોઇલેટનો ઉપયોગ 12 કલાક સુધી રોકી રાખવો પડે છે. નોકરીદાતા કાયદેસર રીતે મહિલા કર્મચારીને સ્વચ્છ ટોઇલેટ ઉપલબ્ધ કરાવવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે.

યુનાઇટના શેરોન ગ્રેહામે આ સ્થિતિને શરમજનક ગણાવતા જણાવ્યું હતું કે, ખેદજનક વાત એ છે કે ઘણી મહિલા કર્મચારીને હજુ તેમના નોકરીના સ્થળે લેડીઝ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ નથી. આ એક મહત્વનો મુદ્દો છે અને અમે મહિલા કર્મચારીને કામ સ્થળે લેડીઝ ટોઇલેટ ઉપલબ્ધ ન કરાવનાર કોઇપણ નોકરીદાતા સામે અમારા અધિકારોનો ઉપયોગ કરતાં ખચકાઇશું નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter