એનએચએસ ઇંગ્લેન્ડના ચિફ એક્ઝીક્યુટીવ સાયમન સ્ટિવન્સે જણાવ્યું છે કે 'જે તે કાઉન્સિલે પોતાના વિસ્તારમાં આવેલી શાળાની નજીકથી જંક ફૂડ વેચતી દુકાનોને દૂર રાખવી જોઇએ જેથી બાળકોની તંદુરસ્તી વધે. શાળાઅોની નજીકથી તળેલા ચિકન વેચતી દુકાનોને દૂર કરવા બદલ અમુક કાઉન્સિલ સત્તાવાળાઅોની તેમણે સરાહના કરી હતી.
મધ્યમ વર્ગના લોકોને દારૂનું વધુ જોખમ
એજ યુકે દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જે લોકો મધ્યમ વર્ગના છે અને તેમાં પણ સફળ થયેલા છે તે લોકોમાં દારૂનુ જોખમ વધારે હોય છે.
અડધો બિલિયન પાઉન્ડની મદદ
જનતા દ્વારા ભરવામાં આવેલા વેરાની રકમમાંથી સરકાર દ્વારા અડધા બિલિયન પાઉન્ડની મદદ વિદેશના લોકોને કરવામાં આવે છે. આ મદદ એઇડ્ઝ, ટીબી અને મેલેરીયા સામેની લડત માટે કરાઇ છે. આ માટે ૬૦૦ લોકોને પ્રતિ વર્ષ લેખે £૧૩૦,૦૦૦ પગાર ચૂકવાય છે.