શાળામાં બિનજરૂરી રજા પાડનારા વિદ્યાર્થીઓના વાલીઓ મધ્યે અભિયાન ચલાવાશે

બિનજરૂરી રજાઓના કારણે બાળકના માનસિક આરોગ્ય અને અભ્યાસ પર અસર

Tuesday 09th January 2024 11:23 EST
 

લંડનઃ શિક્ષણ કાર્યોના દિવસોમાં બાળકોને શાળાથી દૂર રાખવાના કારણે તેમના માનસિક આરોગ્યને નુકસાન થાય છે અને તેમના શૈક્ષણિક પરિણામો પર પણ અસર પડે છે. બાળકો શાળામાં ઓછી રજા પાડે તે માટે સરકાર હવે એક નવા અભિયાનની શરૂઆત કરી રહી છે. કોરોના મહામારી પછી બાળકોની ગેરહાજરીમાં વધારો થયો છે. ઘણા વાલીઓ એમ માનવા લાગ્યા છે કે તેમના બાળકને દરરોજ શાળામાં હાજરી આપવાની જરૂર નથી.

શાળામાં ગેરહાજરી ઘટાડવા માટે એજ્યુકેશન સેક્રેટરી ગિલિયન કીગને એટેન્ડન્સ હબ અને એટેન્ડન્સ મેન્ટોરમાં વધુ રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ માટે વાલીઓમાં નેશનલ માર્કેટિંગ કેમ્પેન ચલાવવામાં આવશે. આ અભિયાનનું સ્લોગન છે મોમેન્ટ્સ મેટર્સ, એટેન્ડન્સ કાઉન્ટ્સ...

સરકારે જણાવ્યું છે કે તે જે વાલીઓ સામાન્ય શરદી જેવી બીમારીમાં પણ પોતાના બાળકોને ઘેર રાખે છે અથવા તો વારંવાર રજા પડાવે છે તેમની મધ્યે આ અભિયાન ચલાવશે. વ્યાજબી કારણ વિના બાળકોને શાળામાં રજા નહીં પડાવવા માટે વાલીઓ મધ્યે ઓનલાઇન, સોશિયલ મીડિયા અને રેડિયો પર અભિયાન ચલાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter