લંડનઃ ખાદ્યપદાર્થોના ઊંચા ફુગાવાના કારણે શાળાઓના બજેટ અપુરતાં પૂરવાર થતાં વાલીઓએ તેમના સંતાનોને શાળા તરફથી અપાતા ભોજન માટે વધુ નાણા ચૂકવવા પડી શકે છે. ઇંગ્લેન્ડની શાળાઓના હેડ ટીચરોએ જણાવ્યું હતું કે, અમે અમારા શાળાના ફંડનો ઉપયોગ ભોજનની કિંમત 2.20 પાઉન્ડ રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ પરંતુ આ ભોજનની અમે 33 ટકા વધુ કિંમત ચૂકવી રહ્યાં છીએ.
તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો ભોજનની કિંમતમાં વધારો થશે તો અમારે વિનામૂલ્યે ભોજન માટે લાયક ન ગણાતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વધુ કિંમત વસૂલવી પડશે. મુશ્કેલી એ છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓના પરિવારો પણ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો સામનો કરી રહ્યાં છે. તેમ છતાં અમે વિદ્યાર્થીઓને બને એટલી રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

