શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે યુકેમાં કમાણીનો નવો વિક્રમ સર્જ્યો

યુકેમાં 4 મિલિયન પાઉન્ડ કરતાં વધુની કમાણી કરનારી પહેલી બોલિવૂડ ફિલ્મ

Tuesday 21st February 2023 13:13 EST
 
 

લંડન

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ નીતનવા રેકોર્ડ સ્થાપી રહી છે. યુનાઇટેડ કિંગ્ડમમાં શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ 4 મિલિયન પાઉન્ડ કરતાં વધુની કમાણી કરનારી પહેલી ભારતીય ફિલ્મ બની છે. યુકેમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરતા હોવાથી હિન્દી ફિલ્મોનું માર્કેટ ઘણું છે. હજુ પણ પઠાણને યુકેમાં સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી તે પાંચ મિલિયન પાઉન્ડની સપાટી વટાવી જાય તો નવાઇ નહીં.

યુકેમાં તગડો બિઝનેસ કરનારી ટોપ 10 બોલિવૂડ ફિલ્મ

પઠાણ – 4013000 પાઉન્ડ (22 દિવસમાં)

ધૂમ થ્રી – 2710000 પાઉન્ડ

બજરંગી ભાઇજાન – 2662000 પાઉન્ડ

માય નેમ ઇઝ ખાન – 2630000 પાઉન્ડ

દંગલ – 2563000 પાઉન્ડ

કભી ખુશી કભી ગમ – 2499000 પાઉન્ડ

પીકે – 2387000 પાઉન્ડ

દિલવાલે – 2351000 પાઉન્ડ

પદ્માવત – 2187000 પાઉન્ડ

ચેન્નઇ એક્સપ્રેસ – 2181000 પાઉન્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter